Saturday 3 September 2011

About My Teacher



HAPPY TEACHER’S DAY TO ALL..

Dear Friends,
મારા જીવનઘડતરમાં પણ અન્યની જેમ જ શિક્ષકનું મહત્વ રહેલું છે. એ સંસ્મરણો એટલા રોચક તો નથી છતાં તેને વાગોળવાનું ટાળી શકતો નથી.
        હું 1 થી 4 ધોરણ મારા ગામ અછારણ (તા-ઓલપાડ, જિ-સુરત) ની શાળામાં ભણ્યો હતો. એ સમયના મારા શિક્ષકોમાં જયંતિભાઈ દેસાઈ અને જગુભાઇ સાહેબનું બરાબર સ્મરણ છે .બંનેના કડક સ્વભાવથી અમે હમેશા ડરતાં જ રહયા હતાં. એક વખત ઇન્સ્પેક્ટર શાળાએ આવ્યા હતાં. અને શાળાના એક વર્ગમાં બધાને ભેગા કર્યા હતાં. તેઓ બોલ્યા હતાં- તમારામાંથી કોણ આ પુસ્તકમાંથી વાંચશે ?’ તમે સમજી શકશો કે ગામડાંમાં વિધ્યાર્થીઓ વાંચવામાં કેવા હોય. શાળાના શિક્ષકોએ મારી તરફ ઈશારો કર્યો હતો- વિજય, ચાલ તું વાંચ..  શાળામાં પધારેલા ઇન્સ્પેક્ટર વધુ ઉગ્ર સ્વભાવના લાગેલા એટલે થોડા ડર સાથે મેં વાંચ્યું હતું. મારા વાંચનથી શિક્ષકો અને ઇન્સ્પેક્ટર ખુશ થયા હતાં.શાળાના શિક્ષકોએ મારામાં મૂકેલા વિશ્વાસથી હું પણ મનોમન મલકાઈ રહ્યો હતો.!
        મારામાં માધ્યમિક અને ઉ.માધ્યમિક કક્ષા સુધી આત્મવિશ્વાસનો અભાવ જ રહ્યો હતો. પણ વિધ્યાનગરમાં બી.ઍડ.નો અભ્યાસ કરતી વખતે ડો.મહેન્દ્ર ચોટલીયા જેવા પ્રોફેસરનો સ્પર્શ મારા વ્યક્તિત્વને ઓપ આપનારો બની રહ્યો. પ્રાર્થના સંમેલન તેમજ વકતૃત્વ સ્પર્ધામાં તેમણે મારામાં વિશ્વાસ મૂકીને મારામાં રહેલી શક્તિને પિછાણી હતી.
        આ સૌ શિક્ષકોને મારા સાદર વંદન...                   
        - ડો.વિજય પટેલ

1 comment:

  1. Sir, U also have instill that confidence & proper attitude in me, that's y I m here 2day

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...