Friday 23 September 2011

Information About Corruption..!



Railways tops in corruption complaints: CVC
Published: Monday, Sep 19, 2011, 19:00 IST
Place: New Delhi | Agency: PTIa

The Central Vigilance Commission has received maximum complaints against Railways Ministry officials for alleged irregularities in discharging their duty.


Out of the total of 25,359 complaints received during 2010, the highest of 8,330 were against Railways, 6,520 against banks, 1,836 against petroleum department and 1,572 were against Telecom officials.


Similarly, 1,317 complaints of alleged corruption were received against Customs and Excise officials, 1,105 against Steel Ministry personnel, 1,106 against Coal Ministry and 693 against Delhi Government officials among others, the CVC said in its annual report for 2010.


The CVC noted delay of over six months in taking disciplinary actions by certain government departments against erring officials.


Out of the total of 1,646 cases sent by CVC recommending action, a highest of 321 were of Railways, followed by 305 in Central Board of Excise and Customs, 174 in Central Board of Direct Taxes and 102 in Department of Telecommunications among others.


Besides, 48 cases seeking disciplinary actions were pending in Bharat Sanchar Nigam Limited, 52 in Ministry of Home Affairs, 48 in Kendriya Vidyalaya Sangathan and 42 in Bureau of Indian Standards, the CVC said.


"The Commission tenders its advice after due consideration of all the facts presented before it and any delay in the implementation of its advice reflects poorly on the state of vigilance administration in the organisation concerned," it said

Wednesday 21 September 2011

Special Canteen !




સસ્તું ભોજન..


ભારતભરમાં ફક્ત એક જ જગ્યા છે, જ્યાં ભોજન સસ્તું છે.
ચહા - ૧.૦૦ રૂપિયો, સૂપ - ૫.૫૦ રૂપિયા, દાળ - ૧.૫૦ રૂપિયા
ઢોસા - ૪.૦૦ રૂપિયા
બિરયાની - ૮.૦૦ રૂપિયા
......ચિકન - ૨૪.૫૦ રૂપિયા
આ વાનગીઓ ફક્ત 'ગરીબ' લોકો માટે જ છે, અને આ ભાવે, એ મળવાનું સ્થળ છે 'ઇન્ડિયન પાર્લિયામેન્ટની કેન્ટીનમાં !
અને આ 'ગરીબ'જનોનો સરેરાશ પગાર છે મહિનાનો ૮૧૦૦૦ રૂપિયા, કોઈ પણ કરકપાત વિના.

-Sent by my past student Deep Ramsa

Thursday 15 September 2011



It may touch you…




       'સૃષ્ટિ, હવે આવા વરસાદમાં આપણે બહાર જવું નથી એટલે તારુ ભણવાનું કામ લઇને બેસી જા !' પપ્પાએ નિર્ણય જાહેર કરી દીધો. કચવાટ અને રઘવાટમાં એ કશું બોલી નહિ ને પોતાના સ્ટડી ટેબલ તરફ વળી ગઇ હતી.
       ઝરમર વરસાદનો ધીમો અવાજ સંભળાતો હતો. પણ એટલામાં બીજા ઓરડામાં તેના મમ્મી-પપ્પાએ ટી.વી.ચાલુ કર્યું ને વરસાદ મૌન થઇ ગયો હતો. વારંવાર બદલાતી ચેનલોમાં ક્યાંય સુધી તેઓ પરોવાયેલા રહ્યાં. બાજુના ઓરડામાં ટેબલ પર ખુલ્લી ચોપડીના પાના આમ તેમ થતાં હતાં. સૃષ્ટિ બહારની ભીની સૃષ્ટિમાં ખોવાઇ ગઇ હતી.
       'સૃષ્ટિ, લેશન પત્યું કે ? અને નિબંધ પણ લખાઇ ગયો બેટા ?' ટી.વી.સામે બેઠેલી માતાએ મોટેથી હાક મારી હતી. પણ કોઇ પ્રત્યુત્તર ન મળતા તેઓ સૃષ્ટિના રૂમ તરફ ગયા હતાં.

       - તે દિવસે સૃષ્ટિ ખુલ્લી નોટમાં માથું ઢાળીને ઊંઘી ગઇ હતી...નિબંધની નોટમાં માત્ર શીર્ષક લખ્યું હતું- ' ઉનાળાનો બપોર ! '

- Dr vijay patel

Thursday 8 September 2011

અદા

ઠંડી હવામાં લહેરાય વૃક્ષો
ને ઊરમાં ઉછળે ઉમંગ.
સ્મૃતિપટ પર તરવરે શું
એને આંખોથી કેમ કળાય ?
સ્મિત ઉતરે હૈયે આપનું
કહો, ફૂલનું પતંગિયાને આહવાન !
કાળા વાળમાં મોહક ચહેરા
કેટલા લોકો ભરશે, અહીં તમારા પહેરા ?
નાજૂક નમણું સ્મિત જોઇ,
આંખો અમારી થશે ઇર્ષાળુ
એને કેમ સમજાવીશું
એ તો કહો જરા જાનેમન ?!

- ડો.વિજય પટેલ

Saturday 3 September 2011

About My Teacher



HAPPY TEACHER’S DAY TO ALL..

Dear Friends,
મારા જીવનઘડતરમાં પણ અન્યની જેમ જ શિક્ષકનું મહત્વ રહેલું છે. એ સંસ્મરણો એટલા રોચક તો નથી છતાં તેને વાગોળવાનું ટાળી શકતો નથી.
        હું 1 થી 4 ધોરણ મારા ગામ અછારણ (તા-ઓલપાડ, જિ-સુરત) ની શાળામાં ભણ્યો હતો. એ સમયના મારા શિક્ષકોમાં જયંતિભાઈ દેસાઈ અને જગુભાઇ સાહેબનું બરાબર સ્મરણ છે .બંનેના કડક સ્વભાવથી અમે હમેશા ડરતાં જ રહયા હતાં. એક વખત ઇન્સ્પેક્ટર શાળાએ આવ્યા હતાં. અને શાળાના એક વર્ગમાં બધાને ભેગા કર્યા હતાં. તેઓ બોલ્યા હતાં- તમારામાંથી કોણ આ પુસ્તકમાંથી વાંચશે ?’ તમે સમજી શકશો કે ગામડાંમાં વિધ્યાર્થીઓ વાંચવામાં કેવા હોય. શાળાના શિક્ષકોએ મારી તરફ ઈશારો કર્યો હતો- વિજય, ચાલ તું વાંચ..  શાળામાં પધારેલા ઇન્સ્પેક્ટર વધુ ઉગ્ર સ્વભાવના લાગેલા એટલે થોડા ડર સાથે મેં વાંચ્યું હતું. મારા વાંચનથી શિક્ષકો અને ઇન્સ્પેક્ટર ખુશ થયા હતાં.શાળાના શિક્ષકોએ મારામાં મૂકેલા વિશ્વાસથી હું પણ મનોમન મલકાઈ રહ્યો હતો.!
        મારામાં માધ્યમિક અને ઉ.માધ્યમિક કક્ષા સુધી આત્મવિશ્વાસનો અભાવ જ રહ્યો હતો. પણ વિધ્યાનગરમાં બી.ઍડ.નો અભ્યાસ કરતી વખતે ડો.મહેન્દ્ર ચોટલીયા જેવા પ્રોફેસરનો સ્પર્શ મારા વ્યક્તિત્વને ઓપ આપનારો બની રહ્યો. પ્રાર્થના સંમેલન તેમજ વકતૃત્વ સ્પર્ધામાં તેમણે મારામાં વિશ્વાસ મૂકીને મારામાં રહેલી શક્તિને પિછાણી હતી.
        આ સૌ શિક્ષકોને મારા સાદર વંદન...                   
        - ડો.વિજય પટેલ

Thursday 1 September 2011


મને લાગે છે કે -

રાજકારણમાં ક્રાંતિકારી પરિવર્તન માટે મને આવા સુચનો સૂઝ્યા છે :


  1) ચૂંટણીમાં ઉભા રહેનાર ઉમેદવાર માટે-
        - સ્નાતક પદવીને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત બનાવવી જોઇએ.
        - નાનુ ફુટુંબ (બે કે ઓછા બાળકો) અપનાવનારને પસંદગીમાં   અગ્રિમતા આપવી.
        - તે વ્યક્તિ રાજકારણમાં 20 વર્ષથી વધુ ન રહી શકે તેવી જોગવાઇ હોય.
2) 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ માટે રાજકારણમાં નિષેધ હોય. જો કે સમય પડ્યે  તેઓને સલાહકાર તરીકે પસંદ કરી શકાય.
3) ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના વિસ્તારના લોકો સમક્ષ વર્ષમાં ચાર વખત જાહેર સભા ભરવાનું ફરજિયાત હોય. જેથી પ્રજા સાથે સંપર્ક બની રહે.
4) ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા શાસક પાસેથી તાત્કાલિક હોદ્દો છીનવી લેવાય. અને સાબિત    થાય તો રાજકારણમાંથી હકાલપટ્ટી કરવાની જોગવાઇ હોય.


તમને શું લાગે છે ? તમારા વિચારોને નીચે Comment માં ઉમેરશો તો ગમશે..

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...