Thursday 15 September 2011



It may touch you…




       'સૃષ્ટિ, હવે આવા વરસાદમાં આપણે બહાર જવું નથી એટલે તારુ ભણવાનું કામ લઇને બેસી જા !' પપ્પાએ નિર્ણય જાહેર કરી દીધો. કચવાટ અને રઘવાટમાં એ કશું બોલી નહિ ને પોતાના સ્ટડી ટેબલ તરફ વળી ગઇ હતી.
       ઝરમર વરસાદનો ધીમો અવાજ સંભળાતો હતો. પણ એટલામાં બીજા ઓરડામાં તેના મમ્મી-પપ્પાએ ટી.વી.ચાલુ કર્યું ને વરસાદ મૌન થઇ ગયો હતો. વારંવાર બદલાતી ચેનલોમાં ક્યાંય સુધી તેઓ પરોવાયેલા રહ્યાં. બાજુના ઓરડામાં ટેબલ પર ખુલ્લી ચોપડીના પાના આમ તેમ થતાં હતાં. સૃષ્ટિ બહારની ભીની સૃષ્ટિમાં ખોવાઇ ગઇ હતી.
       'સૃષ્ટિ, લેશન પત્યું કે ? અને નિબંધ પણ લખાઇ ગયો બેટા ?' ટી.વી.સામે બેઠેલી માતાએ મોટેથી હાક મારી હતી. પણ કોઇ પ્રત્યુત્તર ન મળતા તેઓ સૃષ્ટિના રૂમ તરફ ગયા હતાં.

       - તે દિવસે સૃષ્ટિ ખુલ્લી નોટમાં માથું ઢાળીને ઊંઘી ગઇ હતી...નિબંધની નોટમાં માત્ર શીર્ષક લખ્યું હતું- ' ઉનાળાનો બપોર ! '

- Dr vijay patel

No comments:

Post a Comment

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...