Tuesday, 21 February 2012

Wishes for Board Exam.FB's

ગુજરાત બોર્ડના વિધ્યાર્થીઓ,

શાળા જીવનની મહત્વની પરીક્ષા માટે તમે વ્યસ્ત હશો તેથી થોડો ઉચાટ અને રોમાંચ પણ હશે જ. એ જ તો સારા વિધ્યાર્થી હોવાનો પૂરાવો છે...અણીને સમયે તમારો પુરુષાર્થ ફળશે જ એવી શ્રદ્ધા છે. તમારા આત્મવિશ્વાસની સંગાથે મારા આ શબ્દમંડિત આશીર્વાદ મોકલું છું..

- ડો.વિજય મનુ પટેલ
C/o Bhulka Bhavan School, Surat. INDIA.

Monday, 20 February 2012

What is 3G ?

NTT docomo's older logo used until 2008
*3G is short for third-generation mobile telephony services.
* The technology is based on an International Telecommunication Union standard calledIMT-2000.
* 3G phones work in higher bandwidths of 15-20 MHz, while currently available
mobile phones are loosely regarded as2G or2.5G, and use 30-200 KHz bandwidth.
* Since the bandwidth for 3G is higher, it facilitates faster, better and simultaneous delivery of audio and non-audio data. 3G networks offer download speeds of 14.4 Mbits/second and uploads of 5.8 Mbits/second.
* Bandwidth is a measure of the width of a range of frequencies used while transferring data from one point to another, and is measured in hertz.
* While audio data is normally associated with
telephone call, non-audio data comprise e-mail exchanges,instant messaging, and downloading information, all riding on theInternet.
* Now with 3G services telecom carriers will be able to provide video broadcast and other value-added services such as tele-medicine, mobile banking, stock transactions, e-learning etc, through wireless communications at a faster pace and with high quality.
* Various government services (e-governance) to the masses would be facilitated through the medium of mobile phone powered by a higher bandwidth of 3G.
* Acquiring 3G spectrum is expensive (Rs 1,600 crore for new licence holders according to the
Telecom Regulatory Authority of India). So a telecom carrier would like to capitalise by ensuring widespread usage of mobile telephony.
* 3G services were first launched by
NTT DoCoMo of Japan in October 2001, followed by Korea in January 2002.
* As of December 2007, 190 3G networks were operating in 40 countries.
* There are about 225 million 3G subscribers worldwide today
 

Friday, 17 February 2012

મિત્રો,
ઘણા લાંબા સમય પછી આ લખ્યું છે. અન્ય કામની વ્યસ્તતાને કારણે  અહીં ઓછો સમય આપી શકું છું, છતાં હવેથી આ થોડી શરૂઆત કરું છું...આપ સૌને અહીં મળતા રહેવાનું આમંત્રણ છે. સાથે નીચે આપની કોમેન્ટ્સ લખશો તો મને વાંચીને તમને માણવાનું ગમશે જ...
Lets smell a flower with new opening..!!







Tuesday, 8 November 2011

Ek Gazal




  
એક સાંજે


એક સાંજે આપણે મળ્યા હતાં
હસવાની ધૂનમાં ખૂબ રડ્યા

વાત તો સાવ અમસ્તી જ હતી
તોયે આંખો ચોધાર વરસી હતી

પામવાના હૈયે ઘણાં કોડ હતા                                                 
ને પળે પળે બાજી હારતાં હતાં

હ્રદયે એકમેકના વ્યથા હતી
પ્રેમમાં વહેમની એ કથા હતી !


ડો.વિજય પટેલ

Tuesday, 25 October 2011

For Coming Year..


                                               હેલ્થ અને કરિયર ગિફ્ટ્માં ન મળે !



        ખુશી અને પ્રિયાંક બન્ને અપર મિડલ ક્લાસ ફેમીલીના સંતાનો હતાં. એટલે જીવનશૈલીમાં મોજ્શોખ અને વૈભવતાના અંશો હતા. એક દિવસ તેમના ઘરે પધારેલાં મહેમાન વ્યવસાયે પ્રાધ્યાપક હતા. તેમને માટે ચા-નાસ્તાની વ્યવસ્થા થાય તે પહેલાં જ બન્ને બોલી ઉઠ્યા હતાં- 'મમ્મી અમારે માટે પણ પીત્ઝા વીથ કોકા !' પ્રાધ્યાપક મિત્રએ જતાં જતાં એટલુ જ કહ્યું હતું- ' દિકરાઓ, તમારું આરોગ્ય અને ભણતર એ જ તમારી સાચી મૂડી છે.'
        મહેમાનનો સંદેશ સ્પષ્ટ હતો. જગતનું પહેલું સુખ સ્વસ્થ શરીર અને બીજું પોતાની કારકીર્દિ(ભણતર). આ બન્ને એવી સંપત્તિ છે કે જે વ્યકિતની પોતાની સાથે જ રહે છે મ્રુત્યુ પર્યંત. તમારું બાઇક બીજુ કોઇ લઇ શકે, તમારો મોબાઇલ કોઇ લઇ શકે, તમારું ઘર પણ કોઇ લઇ શકે. પણ વિચારો, તમારી હેલ્થ કે કરિયર બીજું કોઇ લઇ શકે ?  અરે ! તમે કોઇને બધું જ આપી શકો પણ આ બે સંપત્તિ બીજાને ગીફ્ટ આપી શકો ? ના.
        એટલે જ જગતમાં મેળવવા જેવી કોઇ ચીજ હોય તો તે આ બે જ છે, બાકીનું એની મેળે જ પાછળ આવશે..


આપ સૌને નવા વર્ષની હાર્દિક મંગલ કામના.

Tuesday, 18 October 2011

ક્ષમા યાચના


પ્રિય મિત્રો,
સુરતમાં એક નવા શરૂ થયેલા સાપ્તાહિક અખબાર ''સુરતમિત્ર'' માટે હું નિયમિત કોલમિસ્ટ તર્રીકે જોડાયો હોવાથી મારા બ્લોગ માટે  હું ઓછો સમય ફાળવી શકું છું. થોડા સમય માટે આમ થવા સંભવ છે. ક્ષમા ચાહું છું. પરંતુ આપ સમય મળ્યે સંપર્કમાં અચૂક રહેશો. નવા વિષયો આપના થકી જ મળશે એવી આશા.

- ડો.વિજય પટેલ

Wednesday, 5 October 2011

Happy Dashera..


વિજ્યાદશમીના તહેવારનો સન્દેશ છે કે અનિષ્ટ વિચારોરૂપી રાવણનો નાશ કરો...અને જીવનમાં ન્યાય અને ખુશાલીનું સામ્રાજ્ય સ્થાપો...આપ એ કાર્યમાં સફળ થાઓ એવી શુભકામના...


Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...