Tuesday 25 October 2011

For Coming Year..


                                               હેલ્થ અને કરિયર ગિફ્ટ્માં ન મળે !



        ખુશી અને પ્રિયાંક બન્ને અપર મિડલ ક્લાસ ફેમીલીના સંતાનો હતાં. એટલે જીવનશૈલીમાં મોજ્શોખ અને વૈભવતાના અંશો હતા. એક દિવસ તેમના ઘરે પધારેલાં મહેમાન વ્યવસાયે પ્રાધ્યાપક હતા. તેમને માટે ચા-નાસ્તાની વ્યવસ્થા થાય તે પહેલાં જ બન્ને બોલી ઉઠ્યા હતાં- 'મમ્મી અમારે માટે પણ પીત્ઝા વીથ કોકા !' પ્રાધ્યાપક મિત્રએ જતાં જતાં એટલુ જ કહ્યું હતું- ' દિકરાઓ, તમારું આરોગ્ય અને ભણતર એ જ તમારી સાચી મૂડી છે.'
        મહેમાનનો સંદેશ સ્પષ્ટ હતો. જગતનું પહેલું સુખ સ્વસ્થ શરીર અને બીજું પોતાની કારકીર્દિ(ભણતર). આ બન્ને એવી સંપત્તિ છે કે જે વ્યકિતની પોતાની સાથે જ રહે છે મ્રુત્યુ પર્યંત. તમારું બાઇક બીજુ કોઇ લઇ શકે, તમારો મોબાઇલ કોઇ લઇ શકે, તમારું ઘર પણ કોઇ લઇ શકે. પણ વિચારો, તમારી હેલ્થ કે કરિયર બીજું કોઇ લઇ શકે ?  અરે ! તમે કોઇને બધું જ આપી શકો પણ આ બે સંપત્તિ બીજાને ગીફ્ટ આપી શકો ? ના.
        એટલે જ જગતમાં મેળવવા જેવી કોઇ ચીજ હોય તો તે આ બે જ છે, બાકીનું એની મેળે જ પાછળ આવશે..


આપ સૌને નવા વર્ષની હાર્દિક મંગલ કામના.

3 comments:

  1. happy new year sir. n ya it's that health n career is most important in life. i'll keep this in my mind 4ever.

    ReplyDelete
  2. It's fine and interesting.

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...