Saturday 22 June 2019

શિક્ષણ વિશે ક્રાંતિકારી વિચારો

મિત્રો,

       દેશ બદલાઈ રહ્યો છે પણ શિક્ષણમાં જોઇએ તેવું પરિવર્તન દેખાતું નથી! આજે વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ વિશે મારા ક્રાન્તિકારી વિચારોને તમારી સમક્ષ મૂક્યાં છે. વાંચો, સમજો અને મંથન કરો!


       ૧- કોઈ પણ ધોરણમાં વષૅ દરમ્યાન વધુમાં વધુ પાંચ જ વિષયો રાખી શકાય. જેમાં ગણિત અને વિજ્ઞાન હોવા જ જોઇએ! બે ભાષા તથા અન્ય એક વિષય જે તે સંસ્થા પોતાની પસંદગી મુજબ રાખી શકે. ધોરણ ૯ પછી ૧૧ સુધીમા બીજો એક વિષય ઉદ્યોગનો ફરજિયાત હોય જ! આ ઉદ્યોગનો વિષય શાળા પોતાની ઈચ્છા મુજબ બદલી શકે.

       ૨- ધોરણ ૧૨ની એકમાત્ર બોર્ડ પરીક્ષા હોય જેમાં માત્ર ગણિત, વિજ્ઞાન, બે ભાષા સહિત કુલ પાંચ વિષયોની જ હોય! કોમર્સ અને આર્ટસમાં ગણિત-વિજ્ઞાનના સ્થાને, મહત્ત્વના બે વિષયો હોય! બોર્ડ પરીક્ષા પાંચ વિષયથી વધુની હોય જ નહીં!

       ૩- બજારમાંથી જે તે ધોરણના પાઠ્યપુસ્તકો સિવાયનું તમામ પ્રકારનુ પરીક્ષાલક્ષી પૂરક સાહિત્ય હટાવી દેવામાં આવે! તૈયાર સાહિત્યથી કલ્પના અને સજૅનશીલતા ખતમ થઈ ગઈ છે!

       ૪- શિક્ષકો ભણાવતા હોય તે વિષય માટે દર બે વર્ષે રાષ્ટ્રીય એજન્સી દ્વારા કસોટી લેવાય. જેમાં લઘુત્તમથી ઓછા ગુણ મેળવનારની નોકરી તો રહે પરંતુ બે માસનો પગાર કપાઈ જાય!, જો સતત ત્રણ વર્ષ આવું થાય તો નોકરીમાંથી છૂટા કરી દેવા!

       ૫- શાળામાં ૩ કલાક વર્ગખંડ શિક્ષણ અને ૨ કલાક પ્રવૃત્તિઓ દ્વારા જ ભણાવવાનું.
અથવા
વિદ્યાર્થીઓએ દર શનિવારે  દફતર વિના શાળામાં જવાનું, અને શિક્ષકોએ માત્ર પ્રવૃત્તિઓ દ્વારા જ ભણાવવાનું!

       ૬- શનિવારે અને રવિવારે શાળા કક્ષાના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસો ફરજિયાત બંધ રહેશે!



       ૭- કોલેજ કે યુનિવર્સિટી શિક્ષણમાં અધ્યાપકે ૬૦ ટકા કોર્સ પ્રવૃત્તિઓ દ્વારા ભણાવવાનો અને ૪૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન કે લાયબ્રેરી દ્વારા જાતે જ ભણવાનું!

       ૮- શાળાના સંતાનોના વાલીઓ પ્રવેશના પ્રથમ વર્ષે સમગ્ર કેમ્પસ જોઈ શકે. ત્યારબાદ માત્ર મિટિંગ હોય ત્યારે જ શાળા કેમ્પસમાં દાખલ થઈ શકે. એ સિવાય તેઓ ઈચ્છે તો શિક્ષકો કે આચાર્ય સાથે ફોન કે ઈમેલ દ્વારા જ સંપર્ક કરી શકે!

       ૯- સરકાર આખા વર્ષમાં શાળાઓમાં પરીક્ષા સિવાય માત્ર ચાર જ પ્રવૃત્તિઓ ફરજિયાત ધોરણે કરાવી શકશે! એ સિવાયના પરિપત્રો જ ન કરી શકે. શાળાઓ શિક્ષણ માટે છે, સરકારી કામો માટે નથી!

      ૧૦- દેશના સમગ્ર શિક્ષણનું માધ્યમ, ધોરણ પાંચ સુધી સંપૂર્ણ રીતે માતૃભાષામાં જ હોય, પરંતુ ત્યારબાદ હિન્દી અથવા અંગ્રેજી સિવાય બીજો વિકલ્પ જ ન હોય! ઉચ્ચ શિક્ષણ માટે પણ આજ વિકલ્પો રહે!

       ૧૧- કૂવામાં હોય તો હવાડામાં આવે એ વિચાર મુજબ ટિચરસૅ ટ્રેનિંગ કોલેજોમાં એક વર્ષ પ્રવેશ અટકાવી બંધ કરી દેવી અને આખું વર્ષ તેના આચાર્ય અને અધ્યાપકોની તાલીમ ચલાવવામાં આવે! સમગ્ર આંતર માળખાકીય સુવિધાઓ અપડેટ કરવી. દર છ મહિને રિફ્રેશર કોર્સ ફરજિયાત હોય! નિષ્ફળતા માટે ઉપરના (શિક્ષકો) જેવી(ક્રમ-૪) દંડનાત્મક કાર્યવાહી કરવી!

      ૧૨- નવી શાળા-કોલેજોની મંજૂરી દર ત્રણ વર્ષે, બે વર્ષ માટે બંધ કરી દેવી. આ સમય દરમ્યાન 'જરૂરિયાત'  બાબતે ગંભીરતાપૂર્વક સર્વેક્ષણ કરી ત્યારબાદ જ, તે સંખ્યામાં મંજૂરી આપવી. નવા વાહનોના ઉત્પાદન બાબતે પણ આમ જ વિચારવું. મન ફાવે તેમ 'વિકાસ'ને નામે છૂટો દોર ન અપાય !!

   ૧3- જે નીતિ અંતિમ સ્વરૂપમાં નક્કી થાય તે પછી તેનો અમલ ઓછામાં ઓછો દશ વર્ષ સુધી રાખવો જ તે પહેલાં તેમાં કોઈ ફેરફાર નહીં કરવો. આઠ વર્ષ બાદ નવી વિચારણા અને ફેરફાર શરૂ કરવાની કામગીરી કરવી!. 


- Dr Vijay Manu Patel
M.Com., Ph.D (Edu.),PGJMC
Principal, Smt. V. D. Desai (Wadiwala) School, Adajan Road,
SURAT-395009.


10 comments:

  1. સર તમારા વિચારો સારાં છે પણ સર ગણિત અને વિજ્ઞાન પર આધારિત અભ્યાસક્રમ ને ભાર ન આપતાં બીજા ગણા વિષય ઉમેરવા જોઈએ અને sscs એટલે subject selection credit system લાવવું જોઈએ "જય ગરવી ગુજરાત"

    ReplyDelete
    Replies
    1. ગણિત-વિજ્ઞાન સારી રીતે શીખવાતુ નથી!

      Delete
  2. શિક્ષણ પધ્ધતિમાં ધરમૂળથી ફેરફારોની જરૂર છે.

    ૧,પૂરક સાહિત્ય હટાવવાની માંગ ખૂબ જરૂરી છે.

    ૨,ટ્યુશન ક્લાસ શનિ રવિ બંધ એમ નહીં ટ્હોયુશન કલાસ હોવા જ ન જોઈએ. શાળામાં નબળું શિક્ષણ અને ટ્યુશન ક્લાસમાં કંઈ વિશેષ શિક્ષણ અપાય છે?

    ૩, પ્રવૃત્તિ મય શિક્ષણ એ તો કેળવણીની પાયાની જરૂરિયાત છે. એટલે દરેક વિષય પ્રવૃત્તિઓ દ્વારા જ શીખવવો રહ્યો.

    ૪, દરેક બાળક વિશેષ હોય છે, દરેકની શીખવાની
    પધ્ધતિ અલગ હોય છે.દરેકની ક્ષમતા પણ અલગ હોય છે. જેથી આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને શિક્ષક જૂદી જૂદી પધ્ધતિથી શીખવે એ જરૂરી છે.

    ReplyDelete
    Replies
    1. કોઈપણ દેશ માટે ગણિત વિજ્ઞાન પાયાના વિષયો છે! એ સારી રીતે શીખવાય તે જોવાની જરૂર છે.

      Delete
  3. ધોરણ 8 ને ફરજીયાત NCC હોવું જોઈએ
    જીવનમાં ભણતર કરતાં શિસ્ત/અનુશાસન ની વધારે જરૂર છે
    જીવનની દરેક પરિસ્થિતિ સામે લડવાની ક્ષમતા મળે

    તથા
    અભ્યાસક્રમ એવા ગોઠવવા કે ભણી ને નોકરી કરવા કરતાં કઈ વિશેષ વિચારી શકે

    આભાર

    ReplyDelete
  4. એકદમ સચોટ અને સાચી વાત. આશા રાખીએ અમલ થાય

    ReplyDelete
  5. ટયુશન કલાસ શનિવારે અને રવિવારે બંધ કરવા

    ReplyDelete
  6. ધન્યવાદ! આ સૂચનો ભારત સરકારને પણ મોકલ્યા છે.

    ReplyDelete
  7. એકદમ સાચી વાત છે સર...
    અને સાથે સાથે ટેકનોલોજી ને લાગતા વિષયો જેવાકે કોમ્પ્યુટર નો સમાવેશ મોખરે હોવો જોઈએ... મારા વિચારો પ્રમાણે શિક્ષકો ને upgrade કરવા અને તાલીમ આપવી એ આજના શિક્ષણ ની પ્રથમ જરૂરિયાત છે... જય હિન્દ...

    Pragnesh P. Patel��������

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...