મિત્રો,
કોરોના મહામારીના લોકડાઉનમાં સમગ્ર ભારત અને ગુજરાતના લોકો કેદ થયેલા હતા ત્યારે ‘માર્ચ-એપ્રિલ-મે-2020ના લોકડાઉનમાં શિક્ષકોની અને લોકોની મન:સ્થિતિ’ને સમજવા માટે મેં બે ડિજિટલ સર્વે હાથ ધર્યા હતા.
જેના પરિણામો આપની સાથે અહીં Share કર્યા છે.
1- લોકડાઉનમાં શિક્ષકોની મન:સ્થિતિ
આ સર્વેક્ષણના તારણો પરથી સંશોધક તરીકે મારા વિચારો:
મોટાભાગના શિક્ષકોનો સૌથી વધુ સમય મોબાઈલ-કમ્પ્યુટર સાથે ગયો છે. ભવિષ્યમાં શિક્ષકોની આ સાધનો સાથેની વ્યસ્તતા વધી શકે છે.
- મોટાભાગના શિક્ષકો ફુરસદના આ સમયમાં પોતાના વિષયની નોટ્સ બનાવવા કે ઘરકામથી વિશેષ કશું કરી શક્યા નથી. નિરાશાજનક સ્થિતમાં મોટાભાગના શિક્ષકો સર્જનશીલ બની શક્યા નથી.
- . શિક્ષક-વિદ્યાર્થીઓ વચ્ચેનો ટેલિફોનિક સંવાદ સાવ નજીવો જણાયો હતો. ઓનલાઈન શિક્ષણ બાબતે પણ ઉત્સાહજનક પ્રતિભાવો બહુ ઓછા મળ્યા હતા. વારંવારના કે લાંબા લોકડાઉનથી વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેના સંબંધો શિથિલ બની શકે છે.
આ સર્વેના અભિપ્રાયોના પરિણામ (ચાર્ટ) જોવા
માટે નીચેની લિન્ક પર ક્લિક કરો!
https://docs.google.com/presentation/d/1HPpJ2Lo3tY1VxHbssWo1mVRTHOGwqNcvtFD9Hnn-arE/edit?usp=sharing
2-લોકડાઉન 2020માં લોકોની મન: સ્થિતિ
- 1- મોટાભાગના લોકોનો સૌથી વધુ સમય મોબાઇલમાં વીત્યો છે. ભવિષ્યમાં આની વ્યસ્તતા ઝડપથી ઘટશે નહીં બલ્કે વધી શકે છે!
- 2- ફુરસદના આ સમયમાં વાંચન આકર્ષક પ્રવૃત્તિ જણાઈ નથી!
- 3- એકંદરે મોટી વસ્તી માનસિક હતાશાનો શિકાર બની છે. એને કારણે ઘણા લોકોની નિર્ણય લેવાની શક્તિ કુંઠિત થશે અથવા ખોટા નિર્ણયો લેવાશે!
- 4- ભલે સીધી રીતે કેટલાક અનિષ્ટોને સમર્થન નથી છતાં માનસિક હતાશા, વ્યસન, કંકાસ, ચોરી-લૂંટફાટ, બળાત્કાર કે આપઘાત જેવી સામાજિક સમસ્યાઓમાં ઉછાળ આવી શકે છે!
- 5- આરોગ્ય બાબતે સભાનતા આવે તેની સાથે ધીરજ, ઈમાનદારી અને સાદગી જેવા જીવનમૂલ્યો વધુ સુખી જીવન આપશે!
- 6- લાંબા લોકડાઉનની આ સ્થિતિ સ્ત્રીઓ-પુરૂષોને લગભગ સરખી રીતે લાભ-ગેરલાભનો અનુભવ આપનાર જણાઈ હતી.
- 7- એવો ભય અસ્થાને નથી કે ભવિષ્યમાં ‘સામાજિક અંતર’ હૈયા વચ્ચેના અંતરને પણ ઘટાડી દે!
આ સર્વેના અભિપ્રાયોના પરિણામ (ચાર્ટ) જોવા
માટે નીચેની લિન્ક પર ક્લિક કરો!
https://docs.google.com/presentation/d/1jAznISWuMzUhjS3ufLlwcSnPPY_OARFKU56zjtPpGpo/edit?usp=sharing
No comments:
Post a Comment