Monday, 14 January 2013

પતંગો: આકાશમાંથી શીખવતા શિક્ષકો !


પતંગો: આકાશમાંથી શીખવતા શિક્ષકો !


 મને લાગે છે કે પતંગો આપણને કશુંક શીખવે છે. શું? વાંચો : 

1)   કેટલાક પતંગો પૂંછડીને લાંબી કરો તો જ સરખા ચગે છે. હાલક-ડોલક થતાં કે ગુલાંટ મારતા આવા પતંગોને જે રીતે કાગળ કે પ્લાસ્ટિકની લાંબી પૂંછડી સંતુલિત કરે છે, તેમ સમાજના કેટલાક ચંચળ મનના  માનવીને સ્થિર રાખવા માટે જુદી જુદી પ્રવુતિરૂપી પૂંછડીથી તેમને સ્થિરતા આપવી પડે છે.
2)   સાઈડ પરથી ફાટેલા કે નમેલા રહેતા પતંગો પણ કઈંક શીખવે છે. જેમ આવા પતંગો તેની આજુબાજુના બીજા સારા પતંગોને પણ અડફટમાં લઈને ભોંયભેગો કરી દે છે, તેમ આપણી આસપાસ રહેલાં અધૂરા, દૂ:ખી માણસો ક્યારેક આપણને ઊંધા પાડી દેતા હોય છે. 
3)   પેચ ભલે નજીકના બે પતંગો લડાવે છે, પણ મુશ્કેલીમાં નજીકના માણસો જ કામ આવે છે એ વિચિત્ર સત્ય આ પતંગો જ સમજાવે છે!
4)   અને એક અદભૂત રહસ્ય પતંગોની દુનિયામાં છૂપાયેલું મને જણાય છે તે એ કે ઘણુખરું આપણને આકાશમાં ઉડતા પતંગો જ દેખાય છે. તેને નિયંત્રિત કરતી દોરીને જોવી આસન નથી હોતી. સમાજમાં આપણી આસપાસ રંગબેરંગી કપડાં પહેરેલા માણસો જ દેખાય છે, તેને નિયંત્રિત કરતી-જીવાડતી ઉપરવાળાની  દોર આપણને દેખાતી જ નથી. એ ક્યારે કોની સાથે ઘસાઈને કે ઘસાયા વિના જ કપાય તે રહસ્ય જ રહે છે!

મારા વિચારથી આપ સંમત ન થાઓ તો વાંધો નહી પણ તેનાથી સંતુષ્ટ તો થયા જ હશો..બોલે તો ?!

3 comments:

  1. hello friends, you can write here your valuable views..

    ReplyDelete
  2. ઘનશ્યામ મકવાણા14 January 2013 at 07:49



    આપના વિચાર ગમ્યા . ખાસ કરીને વિચાર નંબર-૪ . સાથે સાથે મન માં એક પ્રશ્ન પણ થયો

    શું સ્થિર પતંગો જેવા આપણા મન ન થઇ શકે?

    ReplyDelete
  3. મન પણ સ્થિર થઈ જ શકે, જો આપણાં સંનિષ્ઠ પ્રયાસો હોય તો. એ માટેની વિવિધ પધ્ધતિનો ઉપયોગ થઈ શકે.. ગુડ લક॰

    ReplyDelete

Featured post

પાર્ટ ટાઈમ જોબ: ભારતીય વિદ્યાર્થીઓ માટે યોગ્ય વિચાર?!

                        એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી:  ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...