જીવનમાં શા માટે ભણવું જરૂરી છે સર ?
એક વિધ્યાર્થીએ પૂછેલાં આવા પ્રશ્નના સંદર્ભમાં વિચારતાં મને આ મુદ્દા સુઝ્યા છે:
1) શાળા-કોલેજમાં અપાતાં શિક્ષણનો એક હેતુ વિધ્યાર્થીને કોઇ આવડત (skill) માટે તૈયાર કરવાનો છે. જેમ કે, બી.કોમ કરવાથી હિસાબ લખવાની આવડત વિકસે, ડિપ્લોમા કરવાથી ઇજનેરી કામોમાં કુશળતા આવે વગેરે. ટૂંકમાં કહીએ તો વ્યક્તિને કોઇ આર્થિક પ્રવુતિ માટે તૈયાર કરવાનો છે.
2) બીજો હેતુ સમજુ અને વિચારશીલ નાગરિક તૈયાર કરવાનો છે. જેમ કે સમાજવિધ્યા કે પર્યાવરણ જેવા વિષયો આવડત શીખવતા નથી પણ જીવનમાં અનુશાસન, શિષ્ટાચાર અને સભ્યતા તરફ વિધ્યાર્થીને જાગૃત રાખે છે.
3) ત્રીજો હેતુ વિધ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને ઉત્તેજન આપવાનો છે. ચિત્રકલા, સંગીત, નૃત્ય, ભાષા જેવા વિષયો શીખવાથી આવડત તો વધે પણ સાથે માનસિક સંતોષનો આધ્યાત્મિક સ્પર્શ અનુભવાય છે. વિધ્યાર્થી સર્જનશીલ વિચારો થકી નિજાનંદ પ્રાપ્ત કરે છે.
મિત્રો, હવે આપને સમજાશે કે શિક્ષણ શા માટે આજીવન ચાલતી પ્રક્રિયા છે..એટલે જ ભણતાં રહીએ રે ભાઇ ભણતાં રહીએ......
No comments:
Post a Comment