મારા પ્રથમ પુસ્તકનું લોકાર્પણ
મિત્રો,
વાણિજ્ય શિક્ષણની
વિસ્તરતી ક્ષિતિજમાં રોજબરોજ નવી નવી માહિતી ઉમેરાતી રહે છે. આવી માહિતીઓથી
વાણિજયના વિદ્યાર્થીઓ વાકેફ રહે અને નવી સંકલ્પનાઓનો પરિચય મેળવતા રહે તેવા આશયથી ‘આર્થિક-વાણિજ્યિક
પરિભાષા’ નામના એક પુસ્તકનું મેં લેખન કર્યું, જેને અક્ષરા પ્રકાશન(અમદાવાદ) દ્વારા બજારમાં મૂકવામાં આવ્યું છે. આ પુસ્તક ધોરણ નવથી કોલેજ સુધીના
વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને પણ ઉપયોગી થાય તેવું છે. મેં આ પુસ્તકમાં અર્થશાસ્ત્ર અને વાણિજ્ય
સંબંધિત કેટલાક નવા શબ્દો સહિત 300 શબ્દોને સંક્ષિપ્તમાં સમજાવ્યા છે. ગુજરાતી
ભાષામાં આવું પુસ્તક નજીકના ભૂતકાળમાં પ્રકાશિત થયું હોવાની મારી જાણમાં નથી. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળદ્વારા તૈયાર થયેલ ધોરણ 11,12 અર્થશાસ્ત્ર વિષયના પુસ્તકનાં લેખક તરીકે કાર્ય કર્યા બાદ મારું આ સ્વતંત્ર પ્રકાશન છે.
મારા આ સૌપ્રથમ
પુસ્તકનું વિમોચન ડૉ. આકાશ આચાર્ય(સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, સુરત) અને મેજર ઉન્મેષ
પંડ્યા (આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ખોલવડ)
દ્વારા ૧૪મી ઓગસ્ટના રોજ આંબેડકર ભવન, સુરત ખાતે સો થી વધુ
પ્રબુદ્ધ અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ
પ્રસંગે ડૉ. આકાશ આચાર્ય અને મેજર ઉન્મેષ પંડ્યાએ ભારતીય અર્થતંત્ર સંબંધિત
પોતાના વિદ્વતાપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી
મહારુદ્ર શર્મા તથા ડૉ. ધર્મેન્દ્ર શેઠે સંભાળ્યું હતું. માણો થોડી ઝલક ઉપરના ફોટાઓ દ્વારા...
No comments:
Post a Comment