હેલ્થ અને કરિયર ગિફ્ટ્માં ન મળે !
ખુશી અને પ્રિયાંક બન્ને અપર મિડલ ક્લાસ ફેમીલીના સંતાનો હતાં. એટલે જીવનશૈલીમાં મોજ્શોખ અને વૈભવતાના અંશો હતા. એક દિવસ તેમના ઘરે પધારેલાં મહેમાન વ્યવસાયે પ્રાધ્યાપક હતા. તેમને માટે ચા-નાસ્તાની વ્યવસ્થા થાય તે પહેલાં જ બન્ને બોલી ઉઠ્યા હતાં- 'મમ્મી અમારે માટે પણ પીત્ઝા વીથ કોકા !' પ્રાધ્યાપક મિત્રએ જતાં જતાં એટલુ જ કહ્યું હતું- ' દિકરાઓ, તમારું આરોગ્ય અને ભણતર એ જ તમારી સાચી મૂડી છે.'

એટલે જ જગતમાં મેળવવા જેવી કોઇ ચીજ હોય તો તે આ બે જ છે, બાકીનું એની મેળે જ પાછળ આવશે..
આપ સૌને નવા વર્ષની હાર્દિક મંગલ કામના.