કોઈનાથી વિખૂટું પડ્યું,
દબાયું,
ઘવાયું,
આખી રાત
એક વેણીમાનું ફૂલ.
આસપાસની શાખાઓ
ઢળી ગઈ પ્રભાતે.
ઝીલાયેલાં ઝાકળબિંદુઓ
દડ..દડ..ખરી પડ્યા..
સુકાયેલું,
કરમાયેલું,
તરછોડાયેલું
દ્ટાયું છે
‘અનાથ’ પુસ્તકમાં
એક વેણીમાનું ફૂલ.
- ડો. વિજય પટેલ
એક પિતાજીએ પોતાના સંતાન બાબતે ચિંતા વ્યક્ત કરી હતી: ‘ સાહેબ , મેં તેને કોઈ તકલીફ પડવા દીધી નથી. સારું ભણે તેવી...
Hello friends, This is my new poem. Read it and don't forget to share your views...
ReplyDelete