નમસ્કાર મિત્રો,
એકધારી શિક્ષણયાત્રામાં ઘણા વર્ષો પછી
થોડો કંટાળો અનુભવાય એ સ્વાભાવિક છે. પરંતુ સર્જનશીલ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા
રહેવાથી એ કંટાળો ‘હતાશા’માં પરિવર્તિત નથી થયો એનો આનંદ છે.
આમ તો અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના બે
વિષયો સાથે અધ્યાપનનો મારો વર્ષોનો નાતો રહ્યો છે, અને તેના શિક્ષણને રસપ્રદ
બનાવવાના મારા પ્રયત્નોને મેં આજે પણ જાળવી રાખ્યા છે.
થોડા વિરામ બાદ, ગત માસમાં એમાંની એક મારી
ગમતી સામૂહિક અને સર્જનશીલ પ્રવૃત્તિ ‘BOX ACTIVITY’ ને શાળામાં અમલમાં મૂકી. તેની
કેટલીક ક્ષણો અહીં મૂકી છે. તમને એ જરૂર ગમશે.
નીચેની લિન્ક પર ક્લિક કરીને વિડીયો
સ્વરૂપે પણ આપ એને અચૂક નિહાળો એવી અપેક્ષા છે.
આ બ્લોગ વિશે કે એની કોઈપણ પોસ્ટ વિશે આપના પ્રતિભાવો કે સૂચનો
જણાવશો તો ગમશે. મુલાકાત બદલ આભાર!